ફણીશ્વર નાથ'રેણુ': |
|
|---|---|
| આજે ફણીશ્વરનાથ 'રેણુ'નો જન્મદિવસ છે.'રેણુ' હિન્દી સાહિત્ય નાં ખ્યાતનામ લેખક હતા. ’રેણું’ તેનું ઉપનામ હતું તેમની પહેલીજ નવલકથા 'मैला आंचल ' ને ખૂબજ સારી ખ્યાતિ મળી જેના માટે તેઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.ફણીશ્વર નાથ 'રેણુ' નો જન્મ 4,માર્ચ 1921 નાં બિહારના અરરિયા જિલ્લા ના ઔરાહી હિંગણા ગામમાં ફોર્બસગંજ નજીક થયો હતી. એ સમયે તે પૂર્ણયા જિલ્લામાં હતું . તેમને ભારત અને નેપાળમાં પોતાનો અભ્યાસ કર્યો હતો. તેઓ પોતાનું પ્રાથમિક શિક્ષણ ફોર્બસ ગંજ અને અરરિયામાં પૂર્ણ કર્યા બાદ મેટ્રિક સુધીનો અભ્યાસ નેપાળનાં વિરાટનગર ની વિરાટનગર આદર્શ વિદ્યાલય માં પૂર્ણ કર્યો. ત્યાર બાદ ઈ.સ. 1942માં ઇન્ટરમિડીયેટ ની પદવી બનારસ હિન્દૂ યુનિવર્સિટી માંથી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તેઓએ સ્વતંત્રતા સંગ્રામમાં જંપલાવ્યું. ત્યારબાદ ઈ.સ.1950 માં તેમણે નેપાળ ની ક્રાંતિકારી ચળવળમાં ભાગ લીધો, જેનાં પરિણામે નેપાળમાં લોકશાહી સ્થાપનાથઇ હતી.ઈ.સ.1952-53, ના સમય ગાળા દરમ્યાન તેઓ ગંભીર બિમાર પડ્યા ત્યારબાદ તેઓ લેખન તરફ પ્રેરાણા.તેની ઝલક તેમની વાર્તા ‘तबे एकला चलो रे’ માં જોવા મળે છે. | ![]() |
| તેમની લેખન-શૈલી વર્ણનાત્મક હતી અને જેના દરેક પાત્રો નું વર્ણન મનોવૈજ્ઞાનિક કરાતુ હતું. તેમના સાહિત્ય લખાણોએ પ્રેમચંદ ની સામાજિક યથાર્થવાદી પરંપરાને આગળ વધારી હતી. તેથી તેમની ગણના સ્વતંત્રતા પછીના પ્રેમચંદ તરીકે પણ કરવામાં આવે છે. તેમણે પોતાની કૃતિઓ પ્રાદેશિક પદો નો ખૂબજ ઉપયોગ કર્યો છે. 'રેણુ' ને હિન્દી સાહિત્યકાર તરીકે જેટલી પ્રસિધ્ધિ તેમની નવલકથા'मैला आँचल' એ અપાવી તેનું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. આ નવલકથાના પ્રકાશનબાદ તેઓ રાતોરાત એક મોટા સાહિત્યકાર તરીકે પ્રખ્યાત થઈ ગયા. કેટલાક ટીકાકારો 'गोदान ' પછીની હિન્દી સાહિત્યની બીજી શ્રેષ્ઠ નવલકથા જાહેર કરી હતી.પ્રસિદ્ધ ફિલ્મ ‘तीसरी कसम’ નું નિર્માણ તેમની પ્રસિદ્ધ કહાની (વાર્તા) ‘मारे गये गुलफाम’ પર થી કરવામાં આવ્યું હતું | |
|
વધુ માહીતી માટે: WikiPedia | |
Share:
