23 September 2016

, ,

ડો.અસીમા ચેટરજી ૧૦૦મી જન્મ જયંતી


ડૉ.અસીમા ચેટરજી નો જન્મ 23 મી સપ્ટેમ્બર 1917ના રોજ કલકત્તા- બંગાળમાં થયો થયો હતો. તેઓએ ભારતીય મહિલા રસાયણશાસ્ત્રી હતા. તેઓએ જીવવિજ્ઞાન અને ફાઇટોમેડિસિનના ક્ષેત્રમાં પણ કાર્ય કર્યું હતું. તેઓની 100 મી જન્મ જયંતી નિમિત્તે એમને આજે સતસત્ વંદન.
તેઓએ સૌથી  વધારે ઉલ્લેખનીય શોધકાર્ય 'વીના એલકાલોડ્સ'  પર કર્યું હતું.તેઓએ મેલેરીયાની દવા બનાવવામાં અને ભારતીય ઉપ-મહાદ્વીપના  ઔષધીય વનસ્પતિ પર ખૂબ કાર્ય કર્યું હતું .
તેઓના સન્માન માટે ગૂગલે તેનું google doodle પણ મૂક્યું છે
વધારે માહીતી માટે અહીં ક્લિક કરો

22 March 2016

વિશ્વ જળ દિવસ


સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિવસ દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.
ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર(કાઠિયાવાડ), ઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળસમસ્યા (અછત) વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ આપણા દેશમાં ઘણી મોટી છે.

21 March 2016

વિશ્વ વન દિવસ

આજે છે ૨૧મી માર્ચ.એટલે કે વિશ્વ વન દિવસ.ઈ.સ.૧૯૭૨થી ૨૧મી માર્ચના દિવસ સમગ્ર વિશ્વમાં “વિશ્વ વન દિવસ” તરીકે ઉજવાય છે.વૃક્ષો આપણાં સારાં અને સાચાં મિત્રો છે.તે આપણને કેટલું બધું આપે છે.આપણો ખોરાક તેમાંથી મળે છે,તો વરસાદ લાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે,તો આપણો પ્રાણવાયું ઓક્સીજન પણ પુરો પાડે છે,અને વિવિધ ઉદ્યોગોમાં પણ તે વપરાય છે,અને આખા જીવન દરમિયાન સાથ આપતાં જીવન બાદ પણ લાકડું આપે છે જે બળતણની સાથે અંત્યેષ્ટિ માટે પણ વપરાય છે.આપણા જીવનની શરૂઆતથી અંત સુધી સાથ આપતા આટલા સારાં મિત્રોને જ આજે આપણે વિસારે પાડી દીધા છે.આપણા સુખની લાહ્યમાં વનોનો વિનાશ સર્જી રહ્યાં છીએ.કહે છે તંદુરસ્ત પર્યાવરણ માટે ૩૩ ટકા ધરતી પર જંગલો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં માત્ર ૧૩ટકા ધરતી પર જ તેમનું અસ્તિત્વ બચ્યું છે.જો આજે નહી જાગીએ તો કદાચ આવતીકાલનું બાળક તેને માત્ર ચિત્રોમાં જ જોઈ શકશે.તો આજના દિવસે આપણે સૌ એક પ્રણ લઈએ કે વધારે નહી તો કમ સે કમ એક વૃક્ષ તો વાવીશું અને જો કોઈને વૃક્ષો કાપતાં કે નુકસાન કરતાં જોઈએ તો તેમને અટકાવી તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીશું.

20 March 2016

,

વિશ્વ ચકલી દિવસ

૨૦ માર્ચને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ચકલી દિવસ’ (વર્લ્ડ સ્પેરો ડે) ઊજવવામાંઆવે છે. માનવ જાત સાથેચકલીઓ સદીઓથી જોડાયેલ છે. આપણે ચકલી શબ્દથી  પરિચીત છીએ. અગાઉ ઘરમાં આવનાર જોવા મળતું પક્ષી હતું. પરંતુ આજે ભાગ્‍યે જ જોવા મળતું પક્ષી છે. અનેક બાળકોએ જોયેલ પણ નહી હોય અને માત્ર "હાઉસ સ્પેરો" શબ્દની જાણકારી ધરાવતા હોય છે.
સાંજના સમયે રાતવાસો કરતા પહેલાં દુરથી સાંભળી શકાતી ખાસ પ્રકારની ચિચિયારી કરી વાતાવરણ ગજવી મુકતી ચકલીમાં નર અને માદા દેખાવમાં અલગ પડે છે. નરમાં પીઠના ઉપરના ભાગે વધારે બ્રાઉન રંગ હોય છે. દાઢી અને છાતી પર કાળું ધાબુ તેમજ કાળી પહોળી ચટ્ટી ચાંચથી ઓડ સુધી લંબાયેલ છે. નર ખૂબ જ કજીયાખોર અને ઝગડું હોય છે. નર અરીસામાં પોતાની પ્રતિબીંબને હરીફ નર સમજીને ચાચ મારતો જોવા મળે છે. ચકલી જગડવામાં મશગુલ હોય ત્‍યારે સહેલાઇથી હાથથી પકડી શકાય છે. અનેક ચકલી બિલાડી અને શિકારી પક્ષીનો ભોગ બનતી હોય છે. તે વારંવાર સંવનન કરતા જોવા મળે છે. માદા નરને માટે ભાગે સંવનન કરવા આકર્ષિત કરતી હોય છે. ખુબ જ પ્રજોત્‍પતી કરતું પક્ષી છે. સમગ્ર વર્ષ દરમિયાન માળો સામાન્‍ય રીતે દિવાલ કે ઝાડના કાણામાં બનાવે છે. જ્‍યારે કોઇ ઘર કે રહેઠાણ ઉપલબ્‍ધ થાય ત્‍યારે કોઇપણ જગ્‍યા પર માળો બનાવવા માટે ઘાસના તાંતણા અને મુલાયમ પીછા ભેગા કરે છે.

4 March 2016

,

Hindi

ફણીશ્વર નાથ'રેણુ':

આજે ફણીશ્વરનાથ 'રેણુ'નો જન્મદિવસ છે.
'રેણુ' હિન્દી સાહિત્ય નાં ખ્યાતનામ લેખક હતા. ’રેણું’ તેનું ઉપનામ હતું
તેમની પહેલીજ નવલકથા 'मैला आंचल ' ને ખૂબજ સારી ખ્યાતિ મળી જેના માટે તેઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ફણીશ્વર નાથ 'રેણુ' નો જન્મ 4,માર્ચ 1921 નાં બિહારના અરરિયા જિલ્લા ના ઔરાહી હિંગણા ગામમાં ફોર્બસગંજ નજીક થયો હતી. એ સમયે તે પૂર્ણયા જિલ્લામાં હતું . તેમને ભારત અને નેપાળમાં પોતાનો અભ્યાસ કર્યો હતો. તેઓ પોતાનું પ્રાથમિક શિક્ષણ ફોર્બસ ગંજ અને અરરિયામાં પૂર્ણ કર્યા બાદ મેટ્રિક સુધીનો અભ્યાસ નેપાળનાં વિરાટનગર ની વિરાટનગર આદર્શ વિદ્યાલય માં પૂર્ણ કર્યો. ત્યાર બાદ ઈ.સ. 1942માં ઇન્ટરમિડીયેટ ની પદવી બનારસ હિન્દૂ યુનિવર્સિટી માંથી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તેઓએ સ્વતંત્રતા સંગ્રામમાં જંપલાવ્યું. ત્યારબાદ ઈ.સ.1950 માં તેમણે નેપાળ ની ક્રાંતિકારી ચળવળમાં ભાગ લીધો, જેનાં પરિણામે નેપાળમાં લોકશાહી સ્થાપનાથઇ હતી.ઈ.સ.1952-53, ના સમય ગાળા દરમ્યાન તેઓ ગંભીર બિમાર પડ્યા ત્યારબાદ તેઓ લેખન તરફ પ્રેરાણા.તેની ઝલક તેમની વાર્તા ‘तबे एकला चलो रे’ માં જોવા મળે છે.
તેમની લેખન-શૈલી વર્ણનાત્મક હતી અને જેના દરેક પાત્રો નું વર્ણન મનોવૈજ્ઞાનિક કરાતુ હતું. તેમના સાહિત્ય લખાણોએ પ્રેમચંદ ની સામાજિક યથાર્થવાદી પરંપરાને આગળ વધારી હતી. તેથી તેમની ગણના સ્વતંત્રતા પછીના પ્રેમચંદ તરીકે પણ કરવામાં આવે છે. તેમણે પોતાની કૃતિઓ પ્રાદેશિક પદો નો ખૂબજ ઉપયોગ કર્યો છે. 'રેણુ' ને હિન્દી સાહિત્યકાર તરીકે જેટલી પ્રસિધ્ધિ તેમની નવલકથા'मैला आँचल' એ અપાવી તેનું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. આ નવલકથાના પ્રકાશનબાદ તેઓ રાતોરાત એક મોટા સાહિત્યકાર તરીકે પ્રખ્યાત થઈ ગયા. કેટલાક ટીકાકારો 'गोदान ' પછીની હિન્દી સાહિત્યની બીજી શ્રેષ્ઠ નવલકથા જાહેર કરી હતી.
પ્રસિદ્ધ ફિલ્મ ‘तीसरी कसम’ નું નિર્માણ તેમની પ્રસિદ્ધ કહાની (વાર્તા) ‘मारे गये गुलफाम’ પર થી કરવામાં આવ્યું હતું

વધુ માહીતી માટે: WikiPedia

28 February 2016

,

National Science Day

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

ડૉ.સી.વી.રામને આજથી 88 વર્ષ પહેલા સમગ્ર વિશ્વને ઉપયોગી એવું પોતાનું સંશોધન 'રામન અસર’ ભૌતિકવિજ્ઞાન માટે રજૂ કરેલું.તેના માટે તેમને ઈ.સ.1930 ના ભૌતિકવિજ્ઞાન માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેની યાદગીરી રૂપે અને દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચી જાગે તે હેતુથી દર વર્ષે 28મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આજના આ દિવસે સર્વે મિત્રોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની શુભેચ્છાઓ. ઈ.સ.1921 ની વાત છે. એક ભારતીય વૈજ્ઞાનિક ને ઓક્સફોર્ડ યુનિવર્સિટી , ઇંગ્લેન્ડ ખાતે યુનિવર્સિટીની કોંગ્રેસમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું.આ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા .જ્યારે તેઓ જહાજ દ્વારા ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ આખા રસ્તામાં ભૂમધ્ય સમુદ્રના પાણીના રંગ પર કાળજીપૂર્વક જોઈ રહ્યા હતા અને સમુદ્રનાં વાદળી (બ્લ્યુ) રંગ ને નીહાળી રહ્યા હતાં. તેઓને મનમાં સમુદ્રનાં વાદળી રંગ વિશે જાણવાની જીજ્ઞાસા થઈ. તેઓના મગજમાં ઘણાં પ્રશ્નો ઉદભાવવા લાગ્યા.
સમુદ્રનો રંગ વાદળી જ કેમ છે ? કોઈ બીજો રંગ કેમ નહી? ક્યાંક સમુદ્ર આકાશ નાં કારણે તો વાદળી નથી દેખાતોને ?
તો, મિત્રો આ પ્રશ્નો અને તેમના મા ઉદ્બવેલ જીજ્ઞાસા એજ એમને 'રામન અસર’ ના સંશોધન માટે પ્રેરર્યા હતા. તેઓ કહેતા કે, “આકાશ એ વૈજ્ઞાનિક ચેતનાનું ઉદાહરણ છે. આપણાં આંખકાન ખુલ્લાં રાખીને, ચારે તરફનું અવલોકન કરીને વિજ્ઞાન શીખીએ છીએ, સમજીએ છીએ.”

16 February 2016

Welcome

Hi, Friends

Welcome to my blog Center for Teaching and Learning ......!