31 October 2017

,

National Unity Day (રાષ્ટ્રીય એકતા દિવસ)


આજે આપણા દેશના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનો  જન્મદિવસ છે. આ દિવસને ઇ.સ. 2014 થી આપણા દેશ ના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ  સરદાર વલ્લભભાઈ પટેલ ની 140મી જન્મજયંતિ નિમિત્તે 31મી ઓક્ટોબર ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યાર થી આજના આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દર વર્ષે આપણા દેશમાં “રન ફોર યુનિટી” દોડનું આયોજન પણ કરવામાં આવે છે.
સરદાર વલ્લભભાઈ પટેલનો  નો જન્મ 31મી ઓક્ટોબર, 1875 ના રોજ ગુજરાત  રાજ્યના નડીઆદ શહેર માં થયો હતો અને ઉછેર કરમસદ ગામમાં થયો હતો. એ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા.જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી ઓળખાય છે.

વધુ વિગત માટે :
1.Wikipedia.org
2.Statue of Unity
3.Documentary: Life and Time of Sardar Patel
4.Movie : Sardar (1993)

24 October 2017

, , ,

ઇયળમાંથી પતંગિયું કેવી રીતે બને ?



પ્રાણી, પક્ષીઓ અને જંતુઓના જીવનમાં અનેક આશ્ચર્યજનક વિવિધતા જોવા મળે. કેટલાક જીવો જન્મે ત્યારે જુદા સ્વરૃપ હોય અને મોટાં થઈને જુદું જ રૃપ ધરે. જંતુઓમાં આ વિશેષતા વધુ જોવા મળે છે. રંગબેરંગી પાંખોવાળું પતંગિયું જન્મે ત્યારે સામાન્ય ઇયળ હોય છે. તેમાંથી સુંદર પાંખોવાળુ પતંગિયું કેવી રીતે બને તે પણ જાણવા જેવું છે.

માદા પતંગિયું કોઈ ફૂલની પાંખડી કે પાંદડા પર ઇંડા મૂકે છે. તેના ઇંડા આપણને નરી આંખે દેખાય નહીં. તેટલા ઝીણા હોય છે. ઇંડામાંથી સુક્ષ્મકદની ઇયળ બહાર આવે છે. ઇયળ વનસ્પતિ ખાઈને મોટી થાય છે. તે મોટી થાય એટલે તેની ચામડી ઉતરવા માંડે અને નવી ચામડી આવે. આ નવી ચામડી સખત બનીને નાનકડો કોશેટો બને. ઝીણા કદનો લંબગોળ પણ સખત કોશેટો પાંદડા પર ચોંટી રહે છે. દરમિયાન અંદરની ઇયળનું શરીર તૂટીને જંતુ આકાર લે છે. તેને પગ અને પાંખો ઊગે છે. તે મોટું થયા પછી કોશેટો તોડીને બહાર આવે છે.

ઇંડામાંથી પતંગિયુ બનાવાના જીવનચક્ર દરમિયાન વિવિધ રૃપાંતર પર હવામાનની અસર થાય છે. પરંતુ ઇંડામાંથી ઇયળ બહાર નીકળ્યા પછી નાનાં પતંગિયા ૯ મહિનાથી એક વર્ષ જીવે છે.

19 October 2017

, , , ,

સુબ્રહ્મનીયન ચંદ્રશેખર જન્મજયંતિ


Image source : www.thefamouspeople.com
સુબ્રમણ્યન ચંદ્રશેખર એક ભારતીય મૂળના અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ 19 ઓક્ટોબર, 1910 ના રોજ લાહોરમાં થયો હતો. તેમને તેની રિસર્ચ "for his theoretical studies of the physical processes of importance to the structure and evolution of the stars" માટે વિલિયમ એ. ફાઉલરની સાથે સંયુકત રીતે ૧૯૮૩નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તે 1930 નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીતનાર ભારતરત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામનના ભત્રીજા હતા. તેઓએ ઇ.સ.1939 થી ઇ.સ.1995 સુધી યુનિવર્સિટી ઓફ શિકાગોમાં વ્યાખ્યાતા પદે સેવાઓ આપી હતી. ભારત સરકારે તેમને ઇ.સ.1968 માં પદ્મવિભૂષણથી નવાજયા હતા. તેના માનમાં આજે ગૂગલે તેનું Google Doodle પણ મૂકેલું છે.

સર્વે મિત્રોને  દિવાળી અને નૂતન વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ.

13 October 2017

, ,

લોલક તરંગ

Source : www.thisiscolossal.com
અહીં આ વિડીયો ક્લિપમાં  તમે લોલકના તરંગો નો પ્રયોગ જોઈ શકો છો જેમાં 16 ગોળા નો ઉપયોગ થયેલો છે. જે અમેરિકાના નોર્થ કેરોલીના સ્ટેટમાં જંગલમાં આવેલ છે.



10 October 2017

, ,

મારી શાળા નગાવલાડીયા પ્રાથમિક શાળાનું Fb પેઇજ.


મિત્રો, મેં મારી શાળા નગાવલાડીયા પ્રાથમિક શાળાનું Fb પેઇજ બનાવ્યું છે. જે અહીં આપેલ લીંક પર ક્લિક કરી જોઈ શકો છો.

જો તમને આ પેઇજ પસંદ આવે તો page Like કરવા વિનંતી