![]() |
| Image Source : https://www.famousscientists.org |
આજ રોજ આપણા દેશના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન ની 130 મી જન્મ જયંતિ છે. આજના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ સર્વે મિત્રોને રાષ્ટ્રીય ગણિત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
શ્રીનિવાસ ઐયંગર રામાનુજનો જન્મ 22મી ડિસેમ્બર 1887 ના દિવસે થયો હતો. તેઓ 20મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા. નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા.



















