20 May 2018

, , , ,

Online training registration કેવી રીતે કરશો?

સૌપ્રથમ તમને તમારા મોબાઈલ નંબર પર એક એસ.એમ.એસ. દ્વારા

  1. ટ્રેનિંગ માટે ની લીંક 
  2. ટેમ્પરરી પાસવર્ડ
  3. તમારો આઇડી 

મળશે તેના દ્વારા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
જેનો નમુનો ઉપર મુજબ રહેશે.

સાઈટમાં સફળતાપૂર્વક લોગીન થયા બાદ તમને તમારો પાસવર્ડ બદલવાનું કહેશે.
પાસવર્ડ બદલ્યા બાદ તમને તમારી પ્રોફાઇલ સેટ કરવાનું કહેશે. તેમા તમને તમારું નામ 
તમારી ઉંમર 
તમારી શાળાનું નામ 
તમારું એડ્રેસ 
તમારી લાયકાત 
તમારું ઇ-મેલ આઇડી 
તમારો અનુભવ 
જેવી વિગતો તમારે પ્રોફાઈલ માં સેટ કરવાની રહેશે.

ત્યારબાદ તમને તમારા વિદ્યાર્થીઓ, શાળા, શિક્ષણ અને તમારા વિષયો ( ગણિત તથા વિજ્ઞાન અને ટેકનોલોજી) પ્રત્યે તમારું વલણ માપન માટે ચાર પ્રકારની પ્રશ્નોત્તરી પૂછવામાં આવશે જેના જવાબો તમારે ઓપ્શન સિલેક્ટ કરીને આપવાના રહેશે.
ચાર પ્રકારની questionry સબમીટ કર્યા બાદ તમને રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થયું છે તેઓ એસ.એમ.એસ. મળશે.
આ ઉપર ઉપર આપેલ નમૂના મુજબ તમને પ્રોફાઇલ સેટ કર્યા બાદ એક એક એસ.એમ.એસ. મળશે અને એક એસ.એમ.એસ. તમે સફળતાપૂર્વક  ચાર પ્રકારની questionry સબમીટ કર્યા બાદ મળશે.


2 May 2018

,

Gyankunj Registration 2018-19

મિત્રો જ્ઞાનકુંજ ના રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
જ્ઞાનકુંજ 2018-19 ફોર્મ માટેની લીંક

પરિપત્ર નીચે આપેલ છે

1 May 2018

, , , , ,

અધ્યયન નિષ્પત્તિ દ્વારા વર્ગખંડ પ્રક્રિયા બ્લોક કક્ષાની તાલીમ બી.આર.સી અંજાર

અમને લોકોને  અધ્યયન નિષ્પત્તિઓના આધારે  તૈયાર કરવામાં આવેલ પાઠ્યપુસ્તક ને સમજાવવા નો મોકો  બ્લોક રીસોર્સ સેન્ટર, અંજાર ખાતે  મળ્યો. 


NCERT મૂજબ નો અધ્યયન નિષ્પત્તિઓના આધારે  તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ આધારિત બ્લોક કક્ષાની તાલીમમાં તાલીમાર્થી શિક્ષક મિત્રોએ  પોતે અધ્યયન નિષ્પત્તિને આધારે વર્ગખંડ પ્રક્રિયા માટે ડેમોસ્ટ્રેશન રજૂ કર્યા હતા.

અધ્યયન નિષ્પત્તિ

પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.



આહારના ઘટકોમાં આવેલ ખોરાકનું સ્ટાર્ચમાંથી ગ્લુકોઝમાં રુપાંતર થાય છે તે દર્શાવતી પ્રવૃત્તિ રજૂ કરવામાં આવી છે.


, , , , ,

વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની બ્લોક કક્ષાની તાલીમ બી.આર.સી અંજાર

વર્ષ 2018 -19 થી આપણા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા NCERT મૂજબ નો અભ્યાસ ક્રમ સ્વીકારી NCERT મૂજબ  નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે. 

અમને લોકોને  અધ્યયન નિષ્પત્તિઓના આધારે  તૈયાર કરવામાં આવેલ પાઠ્યપુસ્તક ને સમજાવવા નો મોકો  બ્લોક રીસોર્સ સેન્ટર, અંજાર ખાતે  બ્લોક કક્ષાની તાલિમમાં મળ્યો. 

NCERT મૂજબ નો અધ્યયન નિષ્પત્તિઓના આધારે  તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમને  બ્લોક કક્ષાની તાલીમ માં સર્વે તાલીમાર્થી શિક્ષક મિત્રોને સૌપ્રથમ લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા  માસ્ટર ટ્રેનર્સ દ્વારા  સમજૂતિ આપવામાં આવી હતી ત્યારબાદ તાલીમાર્થી શિક્ષક મિત્રોએ  પોતે અધ્યયન નિષ્પત્તિ નેઆધારે વર્ગખંડ પ્રક્રિયા માટે ડેમોસ્ટ્રેશન રજૂ કર્યા હતા. હવે, આ  અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ ને આપણે વર્ગખંડ પ્રક્રિયા મા અમલી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે.