29 September 2017

, ,

Amazing Robotic Technology for Handwriting.......!


અહીં આજે આપણે  રોબોટની એવી ટેકનોલોજી નો પરિચય મેળવશું. જે રોબોટિક્સ ટેકનોલોજી લખવામાં અને ચિત્ર દોરવામાં પણ કામ આવી શકે છે. નીચે આપેલ લીંક પર ક્લિક કરીને વીડિયો દ્વારા જોઈ  શકીએ છીએ.
અહીં ક્લિક કરીને તમે રોબોટિક ટેકનોલોજી કેવી રીતે લખી શકે છે તે જોઈ શકો છો.

27 September 2017

, , ,

Gyankunj Project Training at Kidana Kanya Shala





મિત્રો, આજરોજ તારીખ 27/09/2017 ના રોજ  જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત  તાલીમ શ્રી કિડાણા કન્યા શાળા, કિડાણા મા ગોઠવવામાં આવી હતી. તેમાં મેં e-content નો ઉપયોગ કઈ રીતે સ્માર્ટ ક્લાસ માં કરી શકાય તેના વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. તે આપ આ  ફોટોગ્રાફ્સ દ્વારા જોઈ શકો છો. જેમાં SSA દ્વારા આપેલી કન્ટેન્ટ સિવાય બીજા e-content નો ઉપયોગ કઈ રીતે કરી શકાય ખાસ કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને ઇન્ટરનેટ પરથી  online e-content  બાળકોને બતાવી શકો છો. કિડાણા કન્યા શાળાની મુલાકાત પછી એમ કહી શકુ કે કચ્છ જિલ્લાની ઉત્તમ શાળાઓ માં ગણના થાય  એમાં શંકાને કોઈ સ્થાન નથી.

26 September 2017

, ,

Hands on with Gyankunj Project at My School



મિત્રો ગઇકાલે તારીખ 25-9-2017 ના રોજ મારી શાળા વંડી પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ નું ફીટીંગ કરવામાં આવ્યું. મેં એના પર પ્રેક્ટિસ કરી હતી જે આપ સમક્ષ ફોટો દ્વારા રજૂ કરી રહ્યો છુ . આ પ્રોજેક્ટ આપવા બદલ  આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી  અને સરકારનો આભાર માનું છું.Digital India Digital School.

25 September 2017

, , , ,

ICT in એજ્યુકેશન મેલા





ગાંધીનગર GCERT ખાતે ICT in Education Fair નુ આયોજન તા 12/09/2017 કરવામાં આવ્યું હતું. જેમાં અનીલ સ્વરૂપ સાહેબ, શિક્ષણ સચિવશ્રી MHRD દિલ્હી અને ગુજરાતના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી સુનૈનાબેન તોમર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતના આશરે ૨૫ જેટલા પ્રાથમિક શિક્ષકોને આમંત્રણ અપાયું હતું. તેમાં મને પણ પણ ભાગ લીધો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓની સમક્ષ, મેં ICT in Education માં કરેલા કાર્યો અને ઇનોવેશન રજૂ કર્યું હતું.

24 September 2017

21 September 2017

20 September 2017

, ,

PhET ઈન્ટરેકટીવ સિમ્યુલેશનસ (ભાગ -1)

PhET ઈન્ટરેકટીવ સિમ્યુલેશનસ એ યુનીવર્સીટી ઓફ કોલોરાડો બોલ્ડર નો એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેકટ નોબેલ પારિતોષિક વિજેતા કાર્લ વીમન દ્વારા ઇ.સ. 2002 થી શરુ કરાયો હતો, જે એક નોન પ્રોફિટ ઓપન સોર્સ પ્રોજેક્ટ છે.
Download : PhET ઈન્ટરેકટીવ સિમ્યુલેશનસ-I

17 September 2017

, ,

NAS Sample Paper Series


સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમા વધુ સુધારા માટે એન.સી.આર.ટી દિલ્હીના સહયોગથી 2017 મા નેશનલ એચીવમેન્ટ સર્વે કરવામાં આવશે .આ સર્વેમા ધોરણ 3 ના ભાષા-ગણીત-પર્યાવરણ, ધોરણ 5ના ભાષા- ગણીત-પર્યાવરણ અને ધોરણ 8 ના ભાષા-ગણિત- વિજ્ઞાાન-સામાજીક વિજ્ઞાાન વિષયોની કસોટીઓ લેવામાં આવશે. તો તેની પૂર્વ તૈયારી માટે તમારી સમક્ષ NAS Sample પેપરની શ્રેણી આજથી શરુ કરવા જઈ રહ્યો છું


આપ સૌ શિક્ષક મિત્રો નો સાથ સહકાર મળી રહેશે......

8 September 2017

, , , ,

બ્લોગ નિર્માણ તાલીમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -ભુજ

તારીખ ૭ અને ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ ખાતે "બ્લોગ નિર્માણ તાલીમનું  આયોજન કરવામાં  આવ્યું હતું. તેમાં મને માસ્ટર ટ્રેનર તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં 30 જેટલા શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો.આ તાલીમમાં  બ્લોગ નું નિર્માણ કઈ રીતે કરવું, તેનું સંચાલન કઈ રીતે કરવું તેની તાલીમ આપવામાં  આવી હતી.