31 October 2018
17 August 2018
ચતુષ્કોણની સમજ ( Understanding Quadrilaterals ) | ધોરણ 8 NCERT | ભાગ 1
ચતુષ્કોણની સમજ ( Understanding Quadrilaterals ) | ધોરણ 8 NCERT | ભાગ 1
આ વિડિયોમાં ધોરણ 8 ના ગણિત વિષયના એકમ 3 ચતુષ્કોણની સમજ ભાગ-1 મા આપણે બહુકોણનો પરિચય મેળવીશુ. ફક્ત રેખાખંડ થી સાદા બંધ વક્ર ને બહુકોણ કહે છે.
12 August 2018
5 August 2018
Mission Vidhya M01
Mission Vidhya M01 અંકો 1 થી 10 ભાગ-1
Mission Vidhya M02 અંકો 11 થી 20 ભાગ-2
Mission Vidhya M03 અંકો 21 થી 30 ભાગ-3
4 August 2018
Mission Vidhya R02
અહીં આ વીડિયોમાં દ,ર,સ,વ મૂળાક્ષરો ભાગ-2 નો પરિચય આપેલ છે. અને આ મુળાક્ષ્રરો પર થી બનતા કાના વાળા શબ્દો નો પરિચય આપવામાં આવ્યો છે.
Mission Vidhya R04 મુળાક્ષરો ભાગ-2
Mission Vidhya R05 સાદા શબ્દો ભાગ-3
Mission Vidhya R06 કાનાવાળા શબ્દો ભાગ-1
31 July 2018
Mission Vidhya R01
નમસ્કાર મિત્રો,
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રાથમિક શાળાઓમાં મિશન વિદ્યા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે, ત્યારે આ અભિયાનમાં પ્રિય બાળકોને શાળામાં એક કલાક વહેલા બોલાવી પ્રિય બાળકો ના અભ્યાસની ગુણવત્તા સુધારણા માટે મહાયજ્ઞનો પ્રારંભ થયો છે થયો છે. Youtube channel link Natda Academy
આ મિશન માં સહભાગી બનવા માટે મેં પણ મારી YouTube Channel NATDA ACADEMY દ્વારા વાચન-લેખન-ગણન માટે ઉપયોગી એવા વિડિયો બનાવવાનું શરૂ કર્યું છે મારી YouTube Channel ચેનલ પર જઈને તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને દરરોજ નવા વિડીયો અપડેટ્સ મળતા રહેશે.
Mission Vidhya R01 મુળાક્ષરો ભાગ-1
Mission Vidhya R02 સાદા શબ્દો ભાગ-1
Mission Vidhya R03 સાદા શબ્દો ભાગ-2
11 June 2018
Online બદલી બીજો તબક્કો
ઓનલાઈન બદલીના બીજા તબક્કાની એપ્લિકેશન કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ઓનલાઈન બદલી નું ફોર્મ ભરવા અહી ક્લિક કરો
ઓનલાઈન બદલી નું ફોર્મ ભરવા અહી ક્લિક કરો
20 May 2018
Online training registration કેવી રીતે કરશો?
સૌપ્રથમ તમને તમારા મોબાઈલ નંબર પર એક એસ.એમ.એસ. દ્વારા
મળશે તેના દ્વારા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ટ્રેનિંગ માટે ની લીંક
- ટેમ્પરરી પાસવર્ડ
- તમારો આઇડી
મળશે તેના દ્વારા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
જેનો નમુનો ઉપર મુજબ રહેશે.
સાઈટમાં સફળતાપૂર્વક લોગીન થયા બાદ તમને તમારો પાસવર્ડ બદલવાનું કહેશે.
પાસવર્ડ બદલ્યા બાદ તમને તમારી પ્રોફાઇલ સેટ કરવાનું કહેશે. તેમા તમને તમારું નામ
તમારી ઉંમર
તમારી શાળાનું નામ
તમારું એડ્રેસ
તમારી લાયકાત
તમારું ઇ-મેલ આઇડી
તમારો અનુભવ
જેવી વિગતો તમારે પ્રોફાઈલ માં સેટ કરવાની રહેશે.
ત્યારબાદ તમને તમારા વિદ્યાર્થીઓ, શાળા, શિક્ષણ અને તમારા વિષયો ( ગણિત તથા વિજ્ઞાન અને ટેકનોલોજી) પ્રત્યે તમારું વલણ માપન માટે ચાર પ્રકારની પ્રશ્નોત્તરી પૂછવામાં આવશે જેના જવાબો તમારે ઓપ્શન સિલેક્ટ કરીને આપવાના રહેશે.
ચાર પ્રકારની questionry સબમીટ કર્યા બાદ તમને રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થયું છે તેઓ એસ.એમ.એસ. મળશે.
આ ઉપર ઉપર આપેલ નમૂના મુજબ તમને પ્રોફાઇલ સેટ કર્યા બાદ એક એક એસ.એમ.એસ. મળશે અને એક એસ.એમ.એસ. તમે સફળતાપૂર્વક ચાર પ્રકારની questionry સબમીટ કર્યા બાદ મળશે.
2 May 2018
Gyankunj Registration 2018-19
મિત્રો જ્ઞાનકુંજ ના રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
જ્ઞાનકુંજ 2018-19 ફોર્મ માટેની લીંક
પરિપત્ર નીચે આપેલ છે
જ્ઞાનકુંજ 2018-19 ફોર્મ માટેની લીંક
પરિપત્ર નીચે આપેલ છે
1 May 2018
અધ્યયન નિષ્પત્તિ દ્વારા વર્ગખંડ પ્રક્રિયા બ્લોક કક્ષાની તાલીમ બી.આર.સી અંજાર
અમને લોકોને અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ પાઠ્યપુસ્તક ને સમજાવવા નો મોકો બ્લોક રીસોર્સ સેન્ટર, અંજાર ખાતે મળ્યો.
અધ્યયન નિષ્પત્તિ
પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
NCERT મૂજબ નો અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ આધારિત બ્લોક કક્ષાની તાલીમમાં તાલીમાર્થી શિક્ષક મિત્રોએ પોતે અધ્યયન નિષ્પત્તિને આધારે વર્ગખંડ પ્રક્રિયા માટે ડેમોસ્ટ્રેશન રજૂ કર્યા હતા.
અધ્યયન નિષ્પત્તિ
પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
આહારના ઘટકોમાં આવેલ ખોરાકનું સ્ટાર્ચમાંથી ગ્લુકોઝમાં રુપાંતર થાય છે તે દર્શાવતી પ્રવૃત્તિ રજૂ કરવામાં આવી છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની બ્લોક કક્ષાની તાલીમ બી.આર.સી અંજાર
વર્ષ 2018 -19 થી આપણા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા NCERT મૂજબ નો અભ્યાસ ક્રમ સ્વીકારી NCERT મૂજબ નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે.
અમને લોકોને અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ પાઠ્યપુસ્તક ને સમજાવવા નો મોકો બ્લોક રીસોર્સ સેન્ટર, અંજાર ખાતે બ્લોક કક્ષાની તાલિમમાં મળ્યો.
NCERT મૂજબ નો અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમને બ્લોક કક્ષાની તાલીમ માં સર્વે તાલીમાર્થી શિક્ષક મિત્રોને સૌપ્રથમ લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા માસ્ટર ટ્રેનર્સ દ્વારા સમજૂતિ આપવામાં આવી હતી ત્યારબાદ તાલીમાર્થી શિક્ષક મિત્રોએ પોતે અધ્યયન નિષ્પત્તિ નેઆધારે વર્ગખંડ પ્રક્રિયા માટે ડેમોસ્ટ્રેશન રજૂ કર્યા હતા. હવે, આ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ ને આપણે વર્ગખંડ પ્રક્રિયા મા અમલી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે.
22 April 2018
NCERT મૂજબ વિજ્ઞાન અને ટેકનોલોજી અભ્યાસક્રમ તાલીમ
વર્ષ 2018 -19 થી આપણા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા NCERT મૂજબ નો અભ્યાસ ક્રમ સ્વીકારી NCERT મૂજબ નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે. NCERT દ્વારા સૂચવવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ના ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકો ને સૌપ્રથમ વાર જાણવા અને સમજવાની તક અમને સાપુતારા મુકામે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની રિસોર્સ પર્સન તાલીમ માં મળ્યો. ત્યારબાદ માર્ચ મહિનામાં અમારી ટીમ સાથે માસ્ટર ટ્રેનર્સ જોડાયા અને તે લોકો ને અમારા દ્વારા અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ પાઠ્યપુસ્તક ને સમજાવવા નો મોકો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભૂજ મુકામે મળ્યો. હવે માસ્ટર ટ્રેનર્સ ની ટીમો આપ સૌ શિક્ષક મિત્રોને સૌપ્રથમ વખત આ NCERT મૂજબ નો અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમને બ્લોક કક્ષાની તાલીમ માં સમજાવશે. અને આપને સૌએ આ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ ને આપની વર્ગખંડ પ્રક્રિયા મા અમલી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે.
વિજ્ઞાન વિષય જીવન અને કુદરતના અનુભવો સાથે જોડાયેલો વિષય છે. વિદ્યાર્થીઓ માં રહેલ જિજ્ઞાસા, સંશોધનવૃતિ, અવલોકવૃતિ, સવેદના, પર્યાવરણ જાગૃતિ ખીલવવાના પ્રયત્નો કરવાના છે. આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર વિષયવસ્તુ ની માહિતીજ નહીં પરંતુ જ્ઞાનનો સર્જક બને તે રીતે અધ્યન અનુભવોને જીવન સાથે વણી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આપણે બ્લોક કક્ષાએ પ્રથમ સત્ર માટે બે તબક્કામાં તાલીમ આપવાની છે. માટે અહીં પ્રથમ તબક્કા માટે ની વિગતોજ મુકેલ છે.
- બ્લોક કક્ષાની તાલીમ માટે જરૂરી સાહિત્ય આપ નીચે આપેલ લીંક દ્વારા download કરી શકશો.
- પ્રયોગો ની યાદી
- પ્રયોગ માટે જરૂરી સાધનો અને પદાર્થોં ની યાદી
- વિજ્ઞાન અને ટેકનોલોજી : ધોરણ 6 ના પ્રથમ તબક્કા ના પ્રયોગો ની યાદી
- વિજ્ઞાન અને ટેકનોલોજી : ધોરણ 7 ના પ્રથમ તબક્કા ના પ્રયોગો ની યાદી
- વિજ્ઞાન અને ટેકનોલોજી : ધોરણ 8 ના પ્રથમ તબક્કા ના પ્રયોગો ની યાદી
સૌ માસ્ટર ટ્રેનર્સ મિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....!
1 March 2018
28 February 2018
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
ડૉ.સી.વી.રામને આજથી 90 વર્ષ પહેલા સમગ્ર વિશ્વને ઉપયોગી એવું પોતાનું સંશોધન 'રામન અસર’ ભૌતિકવિજ્ઞાન માટે રજૂ કરેલું.તેના માટે તેમને ઈ.સ.1930 ના ભૌતિકવિજ્ઞાન માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેની યાદગીરી રૂપે અને દેશમાં બાળકો અને યુવા વર્ગમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચી જાગે તે હેતુથી દર વર્ષે 28મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આજના આ દિવસે સર્વે મિત્રોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની શુભેચ્છાઓ.
23 February 2018
પુસ્તક મારી જાદુઈ શાળા - ડૉ. અભય બંગ
પુસ્તક મારી જાદુઈ શાળા - ડૉ. અભય બંગ download કરવા માટે અહીં ક્લિક કરો. મારી જાદુઈ શાળા - ડૉ. અભય બંગ
28 January 2018
M-Learning by eTextbook Android Application

સૌ પ્રથમ મેં ગયા વર્ષે 2016-17 માં મારા ઇનોવેશન માં મે eContent ને Textbook સ્વરૂપ માં તૈયાર કર્યું હતું. તેમાં સૌપ્રથમ ધોરણ 6 નાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ના એકમો થી શરુઆત કરવામાં આવી છે. તેમાં વિષયવસ્તુને text ની જગ્યાએ eContent સ્વરૂપમાં મુકેલા હતાં જેવા કે સ્લાઈડશો, વિડિયો, ક્વિઝ, અલગ-અલગ એક્ટીવીટી,પ્રયોગો વગેરે નો સમાવેશ કરી eTextbook નું નિર્માણ કર્યું હતું eTextbook માં મૂલ્યાંકન ની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ eTextbook ને ICT અને ટેકનોલોજી નાં ઉપયોગ વડે eClass દ્વારા વિદ્યાર્થીઓને eContent નાં સ્વરૂપમાં પ્રોજેક્ટર સ્ક્રીન પર રજુ કર્યા હતા.
પરંતુ આ કન્ટેન્ટ ઓફ લાઈન હતું આ વર્ષે 2017-18 માં મેં આ eContent ને મોબાઈલ અને ટેબ્લેટ જેવાં પર્સનલ હેન્ડહેલ્ડ ડિવાઈસીસ વડે તેને વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો સુધી પહોંચાળવા માટે Android Mobile Applications ડેવલપ કરી છે.
Download Android Application
3 January 2018
ICT in Education Workshop
નમસ્કાર મિત્રો,
આપ સર્વેને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ, આજની પ્રાથમિક શાળાઓ આધુનિક બની રહી છે અને તેમા પણ સરકારશ્રી દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમા આવવાથી આપણા વર્ગખંડો ટેકનોલોજીથી સુસજ્જ રહ્યા છે ત્યારે આપણા બાળકો માત્ર આપણી શાળાની ચાર દિવાલોમા ન રહેતા તેની બહારની દુનિયામા ડોકિયુ કરી શકે અને TECHNOLOGYનો મહતમ ઉપયોગ દ્વારા તેના જ્ઞાનમા અભિવૃધ્ધિ કરી શકે તે માટે અમે ICT in Education Workshop નું આયોજન કરવા જઈ રહ્યા છીએ.
આ કાર્યમાં આપ સર્વે શિક્ષક મિત્રોનો સાથ-સહકાર મળી રહેશે તેવી અભિલાષા સહ.....આપનું રજિસ્ટ્રેશન કરવા માટે અહિ ક્લિક કરો
ICT in Education Workshop ( ICT નો શિક્ષણમાં ઉપયોગ કાર્યશાળા)
Contents of workshop
- What is ICT in Education
- ICT for Sustainable Education
- Tools of ICT
- What is E-Content (Use,Find,Develop)
- Power Point Presentation
- Gyankunj Project
- YouTube
- Mobile Application for Education




