30 November 2017

, ,

સર જગદીશચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી


આજે અમારી શાળા નગાવલાડીયા પ્રાથમિક શાળામાં સર જગદીશચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને તેમના તેની રિસર્ચ વિશે  માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓએ પણ  સર જગદીશચંદ્ર બોઝ ના જીવન  વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ ઉપરાંત વિદ્યાર્થીઓને તેમના જીવન અને રીસર્ચની વિડીયો અને ઓડીયો ડોક્યુમેન્ટ્રી પણ બતાવવામાં અને સંભળાવવામાં આવી.
, , , ,

સર જગદીશચંદ્ર બોઝ જન્મજયંતિ



Image Source : wikipedia.org
Image Source : wikipedia.org

આજે આપણા દેશના મહાન વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝનો 160મો જન્મદિવસ છે. તેમનો જન્મ 30 મી નવેમ્બર, 1858 ના રોજ મેમનસિંહ (પૂર્વ બંગાળ)માં મામાના ઘરે થયો હતો.
તેઓ એ સમયના મહાન ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેમણે ભૌતિક વિજ્ઞાનજીવવિજ્ઞાનવનસ્પતિશાસ્ત્ર તથા પુરાતત્વનું ઉંડું જ્ઞાન હતું. તે દુનિયાના એવા પ્રથમ વૈજ્ઞાનિક હતો કે જેમણે રેડિયો અને સૂક્ષ્મ તરંગો ઉપર કામ કર્યું હતું. તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમને અમેરિકી પેટન્ટ મળ્યું હતું. સમગ્ર દુનિયામાં એમને રેડિયો વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે.
આ ઉપરાંત તેઓ એ  કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી હતી. વનસ્પતિમાં પણ પ્રાણીઓની જેમ સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આશ્ચર્યચકિત કરી દીધું હતું.

તો આપણા દેશના આ મહાન વૈજ્ઞાનિકને  તેમની 142મી જન્મજયંતિ નિમિત્તે સત્ સત્ વંદન....



વધુ વિગત માટે : https://wikipedia.org

29 November 2017

, ,

આયોડિન ની શોધ



આજે 29મી નવેમ્બર 1813 ના દિવસે 53 માં તત્વ આયોડિનની શોધ થઇ હતી.તેનું નામ અંગ્રેજી શબ્દ આયોડ્સ પરથી પડ્યું છે જેનો અર્થ થાય છે જાંબુડી કે જાંબલી. કેમકે , વરાળ સ્વરુપે આ તત્વ જાબુડી રંગનું હોય છે.આયોડિનનો મુખ્ય ઉપયોગ એક પોષકતત્વ તરીકે, એસેટિક એસિડની બનાવટ અને અન્ય પોલીમરની બનાવટમાં થાય છે.વધુ માહિતી માટે : Http://wikipedia.org


7 November 2017

, ,

7મી નવેમ્બર ના રોજ આપણા દેશના મહાન વૈજ્ઞાનિક ડો.સી.વી.રામન ની જન્મજયંતી હતી. આ મહામાનવને તેમના જન્મ જયંતિ નિમિતે શત શત નમન.

આ દિવસે અમારી શાળા નગાવલાડીયા પ્રાથમિક શાળા માં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ડો. સી.વી. રામન ના રિસર્ચ રામન ઇફેક્ટ વિશે માહિતી આપવામાં આવી અને બાળકોએ ડૉ. સી.વી. રામનના જીવન  વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
, , ,

ડો. સી.વી.રામન જન્મ જયંતી

Image Source :topyaps.com

ડૉ.સી.વી.રામન આપણા દેશના મહાન વૈજ્ઞાનિક હતા. તેમની યાદમાં દર વર્ષે 28મી ફેબ્રુઆરીના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ  મહાન ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ 07 નવેમ્બર, 1888 ના રોજ તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો .

તેમને તેની  રિસર્ચ "Opticals  Scattering" માટે 1930 નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.  હવે તેની આ શોધને "રામન અસર" તરીકે ઓળખવામાં આવે છે તેઓ ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીતનાર એશિયાના સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા.

ભારત સરકારે તેમને ઇ.સ.1954 માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન થી નવાજયા હતા.