ડૉ.સી.વી.રામન આપણા દેશના મહાન વૈજ્ઞાનિક હતા. તેમની યાદમાં દર વર્ષે 28મી ફેબ્રુઆરીના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ મહાન ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ 07 નવેમ્બર, 1888 ના રોજ તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો .
તેમને તેની રિસર્ચ "Opticals Scattering" માટે 1930 નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. હવે તેની આ શોધને "રામન અસર" તરીકે ઓળખવામાં આવે છે તેઓ ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીતનાર એશિયાના સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા.
ભારત સરકારે તેમને ઇ.સ.1954 માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન થી નવાજયા હતા.
Share:

0 comments :
Post a Comment